
અમદાવાદમાં સાયબર ક્રાઈમ બ્રાન્ચે 226 કરોડ રૂપિયાના મોટા ફંડિંગ નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. આતંકવાદી ફંડિંગ અને સાયબર ફ્રોડના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ થતાં તપાસ વધુ તેજ બની છે, જ્યારે અગાઉ આ કેસમાં 12 આરોપીઓ ઝડપાઈ ચૂક્યા છે.

ગાંધીનગરમાં ગુજરાત સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સની ટીમે આતંકી ફંડિંગ, ડ્રગ્સ ટ્રાફિકિંગ અને મની લોન્ડરિંગ સાથે જોડાયેલા આંતરરાષ્ટ્રીય ક્રિપ્ટો નેટવર્કનો મોટો પર્દાફાશ કર્યો છે. ટેકનોલોજીના આધારે થયેલી તપાસમાં અલગ અલગ દેશોના આતંકી સંગઠનો સાથે સંકળાયેલા આરોપીઓ સુધી તપાસના તાર પહોંચતા સુરક્ષા એજન્સીઓ પણ ચોંકી ઉઠી છે.