
દેશના કેન્દ્રીય રેલવે, માહિતી અને પ્રસારણ તેમજ ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિકી મંત્રી અશ્વિની વૈષ્ણવના જન્મદિવસ નિમિત્તે દેશભરના અનેક રાજકીય નેતાઓએ તેમને શુભેચ્છાઓ પાઠવી છે. વિવિધ કેન્દ્રીય મંત્રીઓ અને ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓએ તેમના ઉત્તમ સ્વાસ્થ્ય, દીર્ઘાયુષ્ય અને સફળ જાહેર જીવન માટે શુભકામનાઓ વ્યક્ત કરી હતી.

ભારતમાં 5G સેવા શરૂ થયાને લગભગ ચાર વર્ષ પૂર્ણ થવા આવ્યા છે અને હવે દેશ 6G યુગમાં પ્રવેશવાની તૈયારી કરી રહ્યો છે. કેન્દ્ર સરકારે 2030 સુધી દેશમાં 6G સેવા શરૂ કરવાના લક્ષ્ય સાથે રોડમેપ તૈયાર કરવાની પ્રક્રિયા ઝડપી બનાવી છે. આ સમગ્ર પહેલમાં સ્વદેશી ટેક્નોલોજી, પેટન્ટ વિકાસ અને સ્થાનિક ઇનોવેશન પર વિશેષ ભાર મૂકવામાં આવશે.