અમદાવાદના આંગણે આજે યોગના વૈશ્વિક મહાકુંભનો ભવ્ય પ્રારંભ થયો છે. વિશ્વની સર્વપ્રથમ 'વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપ 2026'નું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી કર્યું હતું. 77થી વધુ દેશોના સ્પર્ધકોની ઉપસ્થિતિ વચ્ચે શરૂ થયેલી આ ઐતિહાસિક ચેમ્પિયનશિપે ભારતની યોગ પરંપરાને વૈશ્વિક સ્તરે નવી ઓળખ અપાવી છે.