Suvendu Adhikari 30 Days Report Card: પશ્ચિમ બંગાળમાં ભાજપની સરકારને સત્તામાં આવ્યા બાદ એક મહિનો પૂર્ણ થયો છે. મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીના નેતૃત્વ હેઠળ રાજ્યમાં છેલ્લા 30 દિવસ દરમિયાન અનેક મહત્વપૂર્ણ વહીવટી અને રાજકીય નિર્ણયો લેવામાં આવ્યા છે, જેનાથી રાજ્યની રાજનીતિમાં નવી ચર્ચાઓ શરૂ થઈ છે. સરકારે શરૂઆતના દિવસોમાં જ કેટલીક મોટી નીતિઓ અમલમાં મૂકી છે. તેમાં શાળાઓમાં ‘વંદે માતરમ’ ફરજિયાત...