વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરત મુલાકાત પૂર્વે શહેરમાં સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે સુરત પોલીસ એક્શનમાં જોવા મળી હતી. પોલીસ દ્વારા અનોખી પહેલરૂપે શહેરના વિવિધ વિસ્તારોમાં સાયકલ પર પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. આ પેટ્રોલિંગ દ્વારા સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી સાથે લોકોમાં પણ સુરક્ષાનો વિશ્વાસ વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.