
Surat Heavy Rain Evacuation: સુરત હવામાન વિભાગ દ્વારા સુરત જિલ્લા માટે જાહેર કરવામાં આવેલા 'રેડ એલર્ટ' તેમજ આજે સવારથી જ સતત વરસી રહેલા વરસાદના પગલે સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડ પર કામગીરી કરી રહ્યું છે. જિલ્લા કલેક્ટરશ્રી તેજસ પરમારે જિલ્લાની પ્રવર્તમાન પૂર અને વરસાદી પરિસ્થિતિ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, નાગરિકોની સુરક્ષા માટે તમામ જરૂરી અગમચેતીના પગલાં...

સુરત જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે વહીવટી તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડમાં આવી ગયું છે. જિલ્લા કલેક્ટર તેજસ પરમારે 31 જુલાઈ અને 1 ઓગસ્ટે તમામ ફેક્ટરીઓ બંધ રાખવાનો આદેશ આપ્યો છે, જ્યારે સરકારી અધિકારીઓ અને કર્મચારીઓની તમામ રજાઓ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવી છે.