
ફાધર્સ ડે દર વર્ષે જૂન મહિનાના ત્રીજા રવિવારે ઉજવવામાં આવે છે. વર્ષ 2026માં આ ખાસ દિવસ 21 જૂને ઉજવાશે. આ અવસર પિતા પ્રત્યે પ્રેમ, આદર અને કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો છે. સામાન્ય લોકોની જેમ જ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ ઘણી એવી પિતા-પુત્રીની જોડીઓ છે, જેમની વચ્ચેનું મજબૂત બંધન અને લાગણીસભર સંબંધ ચાહકોને ખૂબ પસંદ આવે છે. આજે આપણે બોલિવૂડ અને ભારતીય સિનેમાની કેટલીક લોકપ્રિય પિતા-પુત્રીની જોડીઓ વિશે જાણીએ.

બોલિવૂડના ખેલાડી અક્ષય કુમારની બહુપ્રતિક્ષિત કોમેડી-એન્ટરટેઇનર ફિલ્મ *'વેલકમ ટુ ધ જંગલ'*નો ટ્રેલર આશરે 4 મિનિટ 10 સેકન્ડ લાંબા ટ્રેલરમાં સ્ટાર્સની મોટી ફોજ જોવા મળે છે, જે દર્શકોને હાસ્ય અને મનોરંજનનો ડબલ ડોઝ આપવાની તૈયારીમાં છે. ટ્રેલરની શરૂઆત પરેશ રાવલથી થાય છે, જે એક ફિલ્મ બનાવવાનું સપનું જોઈ રહ્યા છે. ત્યારબાદ ફિલ્મના તમામ પાત્રોનો પરિચય કરાવવામાં આવે છે અને જંગલમાં શરૂ થાય છે એક અનોખું સાહસ.