ગત 3 મે 2026ના રોજ દેશભરના વિવિધ પરીક્ષા કેન્દ્રો પર NEET-UG પરીક્ષા યોજાઈ હતી. પરીક્ષા પૂર્ણ થયા બાદ સોશિયલ મીડિયા સહિત અનેક માધ્યમોમાં પેપર લીક થયાની ચર્ચાઓ તેજ બની હતી. શરૂઆતમાં સમગ્ર મામલાને નકારવામાં આવ્યો હતો, પરંતુ બાદમાં સામે આવેલા પુરાવાઓ અને ફરિયાદોને ધ્યાનમાં રાખીને સરકારે આખરે કડક નિર્ણય લેવો પડ્યો છે.