Iran Israel War: આખું પશ્ચિમ એશિયા યુદ્ધના કહેરમાં છે. ત્યારે ઇઝરાયલ અને યુનાઇટેડ સ્ટેટ્સે સંયુક્ત રીતે પહેલા ઇરાન પર હુમલો કર્યો હતો. ત્યારબાદ ઇરાને બધા પડોશી દુશ્મન દેશોને નિશાન બનાવ્યા હતા. આ દરમિયાન યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના સાથીઓને મદદ માટે અપીલ કરી છે. જો કે, બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટાર્મર ઇરાન યુદ્ધમાં સામેલ ન થવાના તેમના વલણ પર અડગ રહ્યા છે.