રાજકોટ શહેરમાં સ્પાની આડમાં ચાલી રહેલા કથિત કુટણખાણા પર એ ડિવિઝન પોલીસે મોટી કાર્યવાહી કરી છે. બસ સ્ટેશન નજીક આવેલા ગોલ્ડ સ્પા પર દરોડો પાડી પોલીસે દેહવ્યાપાર સંબંધિત ગેરકાયદે પ્રવૃત્તિઓનો પર્દાફાશ કર્યો હતો. આ મામલે સ્પાના સંચાલક અને મેનેજરની ધરપકડ કરી તેમની સામે ઇમોરલ ટ્રાફિકિંગ તથા પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.