FIFA વર્લ્ડ કપ 2026ની શરૂઆત મેક્સિકોએ વિજય સાથે કરી છે. ઓપનિંગ મેચમાં મેદાન પર શાનદાર પ્રદર્શન કરતા મેક્સિકોએ સાઉથ આફ્રિકાને 2-0થી હરાવીને ટુર્નામેન્ટમાં મજબૂત શરૂઆત નોંધાવી છે. જુલિયન ક્વિનોનેસ અને રાઉલ જિમેનેઝના ગોલના આધારે મેક્સિકોએ સંપૂર્ણ મેચ પર દબદબો જમાવ્યો હતો, જ્યારે સાઉથ આફ્રિકાની ટીમને બે રેડ કાર્ડ મળતાં મુશ્કેલીમાં મૂકાઈ ગઈ હતી.