
વૉંગે વધુમાં જણાવ્યું કે સિંગાપુરની કંપની Surbana Jurong હાલ ગિફ્ટ સિટી (ગાંધીનગર)ને અમદાવાદ સાથે જોડતા રિવરફ્રન્ટ પ્રોજેક્ટના ફેઝ-1 પર કામ કરી રહી છે. સુરતની Auro University ખાતે યોજાયેલી ઉદ્ઘાટન સત્રમાં તેમણે ભારત-સિંગાપુર વચ્ચેના મજબૂત વેપાર સંબંધો પર પ્રકાશ પાડ્યો હતો.

આ સ્માર્ટ સિસ્ટમમાં SWARCO ITC-3 ટ્રાફિક કંટ્રોલર અને FLIR TrafiCam AI કેમેરાનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે રિયલ-ટાઈમમાં વાહનોની સંખ્યા અને ટ્રાફિકની સ્થિતિનું વિશ્લેષણ કરીને સિગ્નલના સમયને આપમેળે નિયંત્રિત કરે છે. જેના કારણે વાહનચાલકોને બિનજરૂરી રાહ જોવી ન પડે અને ટ્રાફિક વધુ સરળ બને છે.