
Dang Tribal Food: ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારા સહિત ડાંગ જિલ્લામાં પ્રવાસન માટે આવતા લોકો હવે કુદરતી સૌંદર્યની સાથે સ્થાનિક આદિવાસી ભોજનનો સ્વાદ માણવા પણ ઉત્સુક બની રહ્યા છે.

ગુજરાતના એકમાત્ર ગિરિમથક સાપુતારામાં પ્રવાસન વિભાગ દ્વારા આયોજિત મોન્સૂન ફેસ્ટિવલ ‘મેઘમલ્હાર 2026’નો આજે 8 ઓગસ્ટે ભવ્ય પ્રારંભ થયો છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે રાજ્યના પ્રવાસન મંત્રી ડો. જયરામ ગામીત, સાંસદ ધવલ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ફેસ્ટિવલ 29 ઓગસ્ટ સુધી યોજાશે.

ડાંગ, 6 ઓગસ્ટઃ ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારા ફરી એકવાર ચોમાસાની મનમોહક સુંદરતા સાથે પ્રવાસીઓના સ્વાગત માટે તૈયાર છે. સાપુતારામાં 8 ઓગસ્ટથી 29 ઓગસ્ટ સુધી મોન્સૂન ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવશે. આ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમો, આદિવાસી લોકનૃત્ય, એડવેન્ચર પ્રવૃત્તિઓ, સ્થાનિક વાનગીઓ, હસ્તકલા પ્રદર્શન અને કુદરતી સૌંદર્ય પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણ રહેશે.