
ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં ફાટા અને બડાસૂ વચ્ચે આવેલા તરસાલી નજીક એક ગંભીર માર્ગ અકસ્માતમાં બે લોકોના મોત થયા છે. મોડી રાત્રે એક ડમ્પર અચાનક નિયંત્રણ ગુમાવી ઊંડી ખીણમાં ખાબકતાં આ દુર્ઘટના સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં જ એસડીઆરએફ, એનડીઆરએફ, પોલીસ અને આરોગ્ય વિભાગની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને આખી રાત બચાવ કામગીરી હાથ ધરી હતી.

ઉત્તરાખંડના કેદારનાથ ટ્રેકિંગ માર્ગ પર શોર્ટકટ લેવાનો પ્રયાસ બે યુવાનો માટે જીવલેણ સાબિત થયો છે. ટ્રેક દરમિયાન પગ લપસતા બંને યુવકો ઊંડી ખીણમાં ખાબક્યા હતા. આ દુર્ઘટનામાં એક યુવકનું મોત થયું છે, જ્યારે અન્ય એક ગંભીર રીતે ઘાયલ થયો છે.