અમરેલીમાં એક રિસોર્ટમાં ચોરીની ઘટના સામે આવતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ફન રિસોર્ટ એન્ડ હોટલમાં લગ્ન ચાલી રહ્યા હતા. ત્યારે રિસોર્ટની દિવાલી કૂદીને ચોર અંદર આવીને મહેમાનોના રૂમમાં જઈને અંદર રહેલા સોના દાગીના લઈને ફરાર થઈ ગયો હતો. આ વાતની જાણ મહેમાનોને થઈ ત્યારે તેમને તાત્કાલિક પોલીસને જાણ કરી અને સીસીટીવીના આધારે પોલીસ તપાસ હાથ ધરવામાં આવી છે.