
મધ્ય પ્રદેશમાંથી રાજ્યસભા ચૂંટણી માટે કોંગ્રેસના ઉમેદવાર તરીકે ઉભા રહેલા મીનાક્ષી નટરાજનનું ઉમેદવારીપત્ર રદ કરવામાં આવતા હવે મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે. મીનાક્ષી નટરાજને રિટર્નિંગ ઓફિસરના નિર્ણયને પડકારતા સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે અને તાત્કાલિક સુનાવણીની માંગ કરી છે.

રાજ્યસભાના સભ્ય પરિમલ નથવાણીએ ઝારખંડમાંથી ચોથી ટર્મ માટે ઉમેદવારી નોંધાવી છે. તેમણે ઝારખંડને પોતાની કર્મભૂમિ ગણાવી ફરી એકવાર રાજ્યની સેવા કરવાની તક માટે ભાવુક પ્રતિભાવ વ્યક્ત કર્યો છે.