અઢી કરોડની ધાડનો ભેદ ઉકેલાયો: ત્રણ આરોપી ઝડપાયા, ₹76.86 લાખનો મુદ્દામાલ જપ્ત
રાજકોટ ગ્રામ્ય પોલીસે શાપર-વેરાવળ વિસ્તારમાં થયેલી અઢી કરોડ રૂપિયાની સનસનીખેજ ધાડનો ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે રોકડ, દાગીના, હથિયાર અને વાહનો સહિત કુલ રૂ. 76.86 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. કેસમાં હજુ પાંચ આરોપીઓ ફરાર છે અને તેમની શોધખોળ ચાલુ છે.
Rahul Desai