રાજકોટ: માનસિક તણાવ, ઘરેલુ વિવાદો અને આત્મહત્યાના વધતા બનાવોને ધ્યાનમાં રાખીને રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા એક મહત્વપૂર્ણ અને માનવતાવાદી પહેલ હાથ ધરવામાં આવી છે. ‘પ્રેરણા – નવા જીવનની પ્રોજેક્ટ’ હેઠળ માનસિક રીતે પરેશાન અને માર્ગદર્શનની જરૂરિયાત ધરાવતા લોકોને નિઃશુલ્ક કાઉન્સેલિંગ સેવા ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ પ્રોજેક્ટના ભાગરૂપે રાજકોટ જિલ્લા પોલીસ કચેરી ખાતે કાઉન્સેલિંગ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. રેન્જ આઈજી...