અમદાવાદ: અમદાવાદના સાબરમતી વિસ્તારમાં ટ્રેનમાં આગ લાગવાની ઘટના સામે આવતા વિસ્તારમાં ભારે દોડધામ મચી ગઈ હતી. મળતી માહિતી મુજબ ટ્રેન કાળીગામ યાર્ડ તરફ જતી હતી ત્યારે અચાનક આગ લાગી હતી. આગની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ઝડપી કામગીરી હાથ ધરી હતી. ફાયર બ્રિગેડે આગ પર સમયસર કાબૂ મેળવી લેતા મોટી દુર્ઘટના ટળી હતી....