વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાની મોટીઢોલડુંગરી પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને લોકશાહીના મૂલ્યો અને મતદાન પ્રક્રિયાની વ્યવહારુ સમજ આપવા માટે બાળ સાંસદની ચૂંટણીનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ અનોખી પહેલ દ્વારા નાનકડા વિદ્યાર્થીઓએ મતદાનની પ્રક્રિયામાં સક્રિય ભાગ લઈને લોકશાહીની જીવંત અનુભૂતિ મેળવી હતી.