સુરતના કામરેજ તાલુકાના ખોલવડ વિસ્તારમાં પ્લોટમાં રોકાણના નામે કરોડોની છેતરપિંડીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સસ્તા પ્લોટ અને ઊંચા નફાની લાલચ આપી 15 જેટલા રોકાણકારો પાસેથી ₹1.56 કરોડ પડાવી લેવામાં આવ્યા હોવાનો આક્ષેપ છે. ફરિયાદના આધારે પોલીસે એક આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.