
Ahmedabad Independence Day Cultural Program: દેશના 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીની પૂર્વ સંધ્યાએ અમદાવાદમાં શહીદ વીરોની યાદમાં ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા જન-જનમાં દેશભક્તિની જ્યોત પ્રજ્વલિત કરવાના હેતુથી આ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમ 14 ઓગસ્ટ 2026, શુક્રવારના રોજ રાત્રે 9 વાગ્યે અમદાવાદના મહારાણા પ્રતાપ ચોક, ભાલકેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં, ખોખરા ખાતે યોજાશે. શહીદ વીરોને...

દેશના 80મા સ્વતંત્રતા દિવસની ઉજવણીના ઉપલક્ષ્યમાં ભુજના ટાઉન હોલ ખાતે 9 ઓગસ્ટ 2026ના રોજ દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડ (SWAC)ની ભારતીય વાયુસેના બેન્ડ ટીમ દ્વારા ભવ્ય સંગીતમય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશભક્તિ, સંગીત અને રાષ્ટ્રીય ગૌરવના રંગે રંગાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.