Pakistan HIV Infection: પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. બીબીસીની એક ગુપ્ત તપાસમાં તૌંસાની THQ હોસ્પિટલમાં ચાલી રહેલા ભયાનક કૌભાંડનો પર્દાફાશ થયો છે. ત્યાંના આરોગ્ય કર્મચારીઓએ પૈસા બચાવવા માટે અથવા બેદરકારીને કારણે એક જ સિરીંજનો ઘણી વખત ઉપયોગ કર્યો હતો. પરિણામે આ વિસ્તારના 300થી વધુ બાળકો જીવલેણ રોગ HIVનો ભોગ બન્યા છે.