
ગુજરાતમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા વિદેશીઓ સામે રાજ્ય પોલીસ દ્વારા શરૂ કરાયેલા વિશાળ અભિયાન ‘ઓપરેશન ડેલ્ટા હંટ’માં મોટો ખુલાસો થયો છે. છેલ્લા બે દિવસમાં રાજ્યભરમાંથી 500થી વધુ બાંગ્લાદેશીઓની અટકાયત કરવામાં આવી છે, જેમાં અનેક વિસ્તારોમાં કોમ્બિંગ ઓપરેશન ચલાવી મોટા પ્રમાણમાં ગેરકાયદેસર વસવાટનો પર્દાફાશ થયો છે.

અમદાવાદ: ગુજરાત પોલીસ દ્વારા ગેરકાયદેસર રીતે રાજ્યમાં વસવાટ કરતા બાંગ્લાદેશી નાગરિકો સામે શરૂ કરાયેલા વિશેષ અભિયાન "ઓપરેશન ડેલ્ટા હન્ટ" હેઠળ મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સના સહયોગથી શરૂ કરાયેલા આ અભિયાનમાં અત્યાર સુધી 362 બાંગ્લાદેશી નાગરિકોની ઓળખની પુષ્ટિ કરી તેમને પરત મોકલવાની કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, ડેટા એનાલિસિસ દરમિયાન 6...