અમેરિકાના ઓહાયો રાજ્યમાંથી ગુજરાત માટે દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ઓહાયોના એક મોટેલમાં લાગેલી ભીષણ આગમાં ખેડા જિલ્લાના મૂળ વતની એક ગુજરાતી પરિવારના ત્રણ સભ્યોના કરુણ મોત થયા છે. આગની વચ્ચે બચવા માટે પરિવાર બાથરૂમમાં આશરો લઈને મદદની રાહ જોતો રહ્યો, પરંતુ ગૂંગળામણના કારણે ત્રણેયના જીવ બચી શક્યા નહોતા.