મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલા રોમાંચક મુકાબલામાં મુંબઈ ઇન્ડિયન્સએ 228 રનનો વિશાળ લક્ષ્યાંક ચેઝ કરી લખનૌ સુપર જાયન્ટ્સને 6 વિકેટથી હરાવ્યું. આ જીત સાથે એમઆઈએ આઇપીએલ ઇતિહાસમાં પોતાની સૌથી મોટી રનચેઝ જીત નોંધાવી અને એક મહત્વપૂર્ણ રેકોર્ડ પોતાના નામે કર્યો.