
અમદાવાદ: ગુજરાત અને મહારાષ્ટ્રમાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે રેલવે ટ્રેક પર પાણી ભરાઈ જતાં અમદાવાદ-મુંબઈ વંદે ભારત એક્સપ્રેસ (ટ્રેન નં. 22962) રદ કરવાની ફરજ પડી હતી. જોકે, આ કટોકટીની સ્થિતિમાં IRCTC અમદાવાદે સંવેદનશીલતા અને સામાજિક જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. IRCTC અમદાવાદના પ્રેસ પ્રવક્તાના જણાવ્યા અનુસાર, ટ્રેન માટે મુસાફરોને પીરસવાના આશરે 1,400 ફૂડ પેકેટ પહેલેથી જ તૈયાર...

અમદાવાદમાં સમાજસેવાના ક્ષેત્રે કાર્યરત ઉમંગ સેવા ટ્રસ્ટ દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે મફત ચોપડાઓનું વિતરણ કરવામાં આવ્યું. દાતાશ્રી ક્ષિતિશ મદનમોહનના સહયોગથી યોજાયેલા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને નવા શૈક્ષણિક વર્ષ માટે જરૂરી અભ્યાસ સામગ્રી આપવામાં આવી, જેના કારણે બાળકોમાં ખુશી અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો.