
ગુજરાત સરકારે રાજ્યના પોલીસ તંત્રમાં મહત્વપૂર્ણ નિર્ણય લેતાં અમદાવાદના વર્તમાન પોલીસ કમિશનર જી. એસ. મલિકને રાજ્યના નવા કાયમી DGP તરીકે નિયુક્ત કર્યા છે. લાંબા સમયથી ઇન્ચાર્જ DGP તરીકે કામગીરી ચાલી રહી હતી, જેનો હવે અંત આવ્યો છે.

ગુજરાત સરકારે રાજ્યના નવા ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (DGP) તરીકે 1993 બેચના વરિષ્ઠ IPS અધિકારી જી. એસ. મલિકની નિમણૂક કરી છે. છેલ્લા પાંચ મહિનાથી ડીજીપીનો વધારાનો ચાર્જ સંભાળી રહેલા કે. એલ. એન. રાવ હવે CID ક્રાઈમ અને જેલ વિભાગના ડીજી તરીકે યથાવત રહેશે.