દેશભરમાં રવિવારે NEET-UG 2026ની પુનઃ પરીક્ષા યોજાઈ રહી છે. અગાઉ પેપર લીકની ઘટનાના કારણે ફરીથી પરીક્ષા લેવામાં આવી રહી છે, જેને લઈને વિવિધ રાજ્યોમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. વિદ્યાર્થીઓમાં એક તરફ તણાવ છે તો બીજી તરફ સારી તૈયારીના આધારે સફળતાની આશા પણ જોવા મળી રહી છે.