
RE-NEET પરીક્ષાને લઈને દેશભરમાં તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. પરીક્ષા પૂર્વે આજે તમામ કેન્દ્રો પર મોકડ્રિલ યોજાઈ રહી છે, જેમાં પ્રશ્નપત્ર અને અન્ય સામગ્રીની હેરફેર સહિતની વ્યવસ્થાઓની ચકાસણી કરવામાં આવશે. અમદાવાદમાં 23 કેન્દ્રો પર 10 હજારથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, જ્યારે રાજ્યભરમાં 77 હજાર વિદ્યાર્થીઓ RE-NEETમાં ભાગ લેશે. NTA દ્વારા સુરક્ષા માટે ખાસ વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. જોઈએ આ અહેવાલ.

NEET Paper Leak Mastermind Arrested: NEET UG પેપર લીક કેસમાં CBIની કાર્યવાહી ચાલુ છે. સીબીઆઈએ પેપર લીક કેસના બીજા માસ્ટરમાઇન્ડની ધરપકડ કરી છે. આ ધરપકડ દિલ્હીમાં થઈ હતી. આરોપી, મનીષા ગુરુનાથ માંધારે, મહારાષ્ટ્રના પુણેની એક વરિષ્ઠ વનસ્પતિશાસ્ત્ર શિક્ષિકા છે. સીબીઆઈ દ્વારા વ્યાપક પૂછપરછ બાદ તેમની દિલ્હીમાં ધરપકડ કરવામાં આવી છે. તે NEET UG 2026 પરીક્ષા પ્રક્રિયામાં સામેલ હતી અને NTA...