નવસારીના ગણદેવીમાં કરુણ અકસ્માત: ટેમ્પો વીજ તાર સાથે અથડાતા કરંટ લાગ્યો, ત્રણ મજૂરોના મોત
નવસારીના ગણદેવી તાલુકાના ગણદેવા ગામમાં કરુણ દુર્ઘટના સર્જાઈ છે. ટેમ્પો વીજળીના તાર સાથે અડી જતા તેમાં સવાર મજૂરોને કરંટ લાગ્યો હતો, જેમાં ત્રણ મજૂરોના ઘટનાસ્થળે જ મોત થયા છે, જ્યારે અન્ય ત્રણને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા છે.
Rahul Desai