સુરતમાં સેફ લોકરની સુરક્ષા પર મોટો સવાલ ઊભો કરતી ઘટના સામે આવી છે. સિંગણપોરના નક્ષત્ર સેફ હાઉસમાંથી કરોડો રૂપિયાના સોનાના દાગીના ચોરી થયાના મામલાએ શહેરમાં ખળભળાટ મચાવ્યો છે. લોકરધારકોમાં ચિંતા ફેલાતા મોટી સંખ્યામાં લોકો પોતાની કિંમતી વસ્તુઓની તપાસ કરવા બ્રાન્ચ પર દોડી આવ્યા હતા, ત્યારે પોલીસે સંચાલક પિતા-પુત્રો સહિત ચાર લોકો સામે કાર્યવાહી શરૂ કરી છે.