અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે પડેલા વરસાદ બાદ રેલ્લાવાડા-મોડાસા રોડ પર પાણી ભરાતા રસ્તાનો એક ભાગ ધોવાઈ ગયો છે. જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને રોડના કામની ગુણવત્તા સામે સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો છે.