મહારાષ્ટ્રમાં સતત વરસી રહેલા ભારે વરસાદે જનજીવનને અસ્તવ્યસ્ત બનાવી દીધું છે. ઠાણે જિલ્લાના મુમ્બ્રા વિસ્તારમાં વરસાદી પાણીમાં વીજ કરંટ ફેલાતા 17 વર્ષની એક કિશોરીનું કરુણ મોત થયું છે. આ ઘટનાએ સ્થાનિકોમાં ભારે આક્રોશ ફેલાવ્યો છે અને વીજ વિભાગની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે.