જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના ટીંબડી ગામે હૃદયદ્રાવક અકસ્માતની ઘટના સામે આવી છે. વાડી વિસ્તારમાં કામ દરમિયાન વીજ કરંટ લાગતાં 22 વર્ષીય માતા અને તેમના દોઢ વર્ષના માસૂમ પુત્રનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે. આ દુર્ઘટનાએ સમગ્ર ટીંબડી ગામ સહિત આસપાસના પંથકમાં શોકનો માહોલ સર્જ્યો છે.