ભારતના અવકાશ ક્ષેત્રે આજે ઐતિહાસિક સિદ્ધિ નોંધાઈ છે. હૈદરાબાદની ખાનગી કંપની સ્કાયરૂટ એરોસ્પેસે દેશનું પ્રથમ ખાનગી ઓર્બિટલ રોકેટ 'વિક્રમ-1' સફળતાપૂર્વક લોન્ચ કર્યું છે. આ રોકેટ 450 કિલોમીટરની નીચલી પૃથ્વી કક્ષામાં વિવિધ ટેકનોલોજી પેલોડ્સ તૈનાત કરશે. ખાસ વાત એ છે કે રોકેટમાં 18 કેરેટ સોનાથી બનેલી ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ, ડૉ. વિક્રમ સારાભાઈ અને સર સી.વી. રમણની સૂક્ષ્મ આકૃતિઓ તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો હસ્તલિખિત 'વંદે માતરમ' સંદેશ પણ અવકાશમાં મોકલવામાં આવ્યો છે.