વલસાડ જિલ્લામાં ગુજરાત ATS અને સ્થાનિક SOGની સંયુક્ત ટીમે મોટું મેગા ઓપરેશન પાર પાડી વાપીમાં ચાલી રહેલા ડ્રગ્સના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો છે. વાપીના કુંતા ગામ વિસ્તારમાં આવેલી એક ફેક્ટરી અને ગોડાઉન પર દરોડા પાડતા કરોડો રૂપિયાનું મેફેડ્રોન (MD) ડ્રગ્સ ઝડપાયું છે.