ગુજરાત બોર્ડના ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને આ વર્ષે નવી ડિઝાઇનની માર્કશીટ મળશે. CBSE જેવી ડિઝાઇન ધરાવતી આ માર્કશીટમાં QR કોડ સહિતના નવા સિક્યોરિટી ફીચર્સ ઉમેરવામાં આવ્યા છે, જેથી માર્કશીટ વધુ સુરક્ષિત અને સરળતાથી વેરિફાઈ કરી શકાય તેવી બનશે.