
Mangaluru MRPL Explosion : કર્ણાટકના મેંગલુરુ સ્થિત મેંગલોર રિફાઈનરી એન્ડ પેટ્રોકેમિકલ્સ લિમિટેડ (MRPL)ના પરિસરમાં ભીષણ ધડાકાની ઘટના સામે આવી છે.

કર્ણાટકના મંગલુરુ શહેરમાં ભારે વરસાદ વચ્ચે થયેલી દુર્ઘટનાએ શોકનું વાતાવરણ સર્જ્યું છે. મંગળવારે વહેલી સવારે લગભગ 4:30 વાગ્યે નાગોરી વિસ્તારમાં કંકનાડી પોલીસ સ્ટેશન પાછળ આવેલા રહેણાંક વિસ્તારમાં ઊંચાઈ પર આવેલા મકાનની કમ્પાઉન્ડ વોલ તૂટી પડતાં તેની નીચે આવેલા ટાઇલવાળા મકાન પર ભારે કાટમાળ ખાબક્યો હતો. આ અકસ્માતમાં બે બાળકી સહિત ત્રણ લોકોનાં મોત થયા છે, જ્યારે ત્રણ અન્ય લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને તેઓ હાલ સારવાર હેઠળ છે.