અમદાવાદ: ભગવાન જગન્નાથજીની આગામી 149મી રથયાત્રાને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન અમદાવાદના હેમાંગીબેન દવે અને તેમના પરિવારને ભગવાન જગન્નાથજીના મામેરાના યજમાન બનવાનો દુર્લભ અને પવિત્ર અવસર પ્રાપ્ત થયો છે. જગન્નાથ મંદિર દ્વારા યોજાયેલી મામેરાના યજમાનની પસંદગી માટેના ડ્રોમાં હેમાંગીબેન દવેનું નામ જાહેર થતાં સમગ્ર પરિવાર આનંદ અને ભક્તિભાવથી ભાવવિભોર બની ગયો હતો. ખાસ વાત એ...