રાજકોટના સોમનાથ સોસાયટી વિસ્તારમાં જમીન-મિલકતના ભાગ અને નાણાકીય લેવડદેવડના વિવાદે એક જ પરિવારને લોહીયાળ બનાવ્યો હતો. 19 જુલાઈની મોડી રાત્રે બનેલી આ ઘટનામાં 27 વર્ષીય હાર્દિક ધુળાભાઈ ધોળકિયાએ પોતાના બે સગા કાકા સુરેશભાઈ બાલાભાઈ ધોળકિયા અને રાજેશભાઈ બાલાભાઈ ધોળકિયા પર છરી વડે હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા બંનેના સારવાર દરમિયાન મોત થતાં પોલીસે હાર્દિક સામે ડબલ મર્ડરનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.