
શરીરને સ્વસ્થ રાખવા માટે લોકો સામાન્ય રીતે હૃદય, ફેફસાં અને વજન પર વધુ ધ્યાન આપે છે, પરંતુ કિડનીના સ્વાસ્થ્યને ઘણીવાર અવગણવામાં આવે છે. કિડની શરીરમાંથી કચરો બહાર કાઢવા, લોહીને ફિલ્ટર કરવા અને બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. કિડનીની સમસ્યા શરૂઆતમાં સ્પષ્ટ લક્ષણો વગર પણ વધી શકે છે. કેટલીક રોજિંદી આદતો અપનાવીને કિડનીને લાંબા સમય સુધી સ્વસ્થ રાખવામાં મદદ મળી શકે છે.

નારિયેળ પાણીને સામાન્ય રીતે એક ખૂબ જ સ્વસ્થ અને કુદરતી હેલ્ધી ડ્રિંક માનવામાં આવે છે. તેમાં રહેલા ઇલેક્ટ્રોલાઇટ્સ, વિટામિન્સ અને મિનરલ્સ શરીરને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે. ખાસ કરીને ઉનાળામાં ડિહાઈડ્રેશન દૂર કરવા માટે લોકો તેનો ખૂબ જ ઉપયોગ કરે છે. પરંતુ તબીબી નિષ્ણાતોના મત મુજબ, નારિયેળ પાણી દરેક વ્યક્તિ માટે યોગ્ય નથી અને કેટલીક પરિસ્થિતિમાં તેનો વધારે ઉપયોગ નુકસાનકારક બની શકે છે.