
Aravali : અરવલ્લી જિલ્લામાં ધોધમાર વરસાદના કારણે જનજીવન પર અસર જોવા મળી રહી છે. મેઘરજ તાલુકાના વડથલીથી ખાખરીયા તરફ જતો માર્ગ વૈડી ડેમના પાણીથી પ્રભાવિત થતાં વાહનવ્યવહાર માટે બંધ કરાયો.

અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ખાખરીયા-જીતપુર ગામમાં સ્મશાનગૃહની બિસ્માર હાલત સામે આવી છે. ભારે વરસાદ વચ્ચે અંતિમવિધિ માટે પરિવારજનો અને ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હોવાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.