અમદાવાદ: રથયાત્રા પૂર્વે શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અમદાવાદ પોલીસે સર્ચ અને સર્વેલન્સ અભિયાન વધુ સઘન બનાવ્યું છે. આ દરમિયાન પોલીસે એક મહત્વપૂર્ણ કાર્યવાહી કરીને કરણસિંહ નામના આરોપીની ધરપકડ કરી છે. પોલીસે આરોપી પાસેથી 6 ગેરકાયદે હથિયારો અને 21 જીવતા કારતૂસ જપ્ત કર્યા છે. જપ્ત કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત અંદાજે રૂ.88,300 હોવાનું જણાવાયું છે. પ્રાથમિક તપાસમાં સામે...