અમદાવાદના કાંકરિયા જલધારા વોટરપાર્ક ખાતે વિશ્વ યોગ દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. પાંચ વર્ષના બાળકોથી લઈને 70 વર્ષ સુધીના યોગ સાધકોએ પાણીની અંદર યોગાસનો કરીને સૌનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. સાથે જ વોટર ગરબાની અનોખી રજૂઆત કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ બની હતી.