
ગુજરાત વિધાનસભાની 2027ની ચૂંટણી હજુ દોઢ વર્ષથી વધુ દૂર હોવા છતાં ભાજપે અત્યારથી જ ચૂંટણીની તૈયારીઓ તેજ કરી દીધી છે. અમદાવાદના કમલમ કાર્યાલય ખાતે મુખ્યમંત્રી સહિતના ટોચના નેતાઓની મહત્વપૂર્ણ બેઠકમાં 156થી વધુ બેઠકો જીતવાનો લક્ષ્યાંક નક્કી કરી સંગઠનને બૂથ સ્તરેથી વધુ મજબૂત બનાવવા અને ચૂંટણી માટે મેગા એક્શન પ્લાન તૈયાર કરવાની દિશામાં મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે.

અમદાવાદ: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં અમદાવાદના ભાજપ મુખ્યાલય કમલમ ખાતે યોજાયેલી હાઈવોલ્ટેજ બેઠક પૂર્ણ થઈ છે. લગભગ પોણા બે કલાક સુધી ચાલેલી આ બેઠકમાં આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપના ચૂંટણી અભિયાન અને સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં રાજ્યની વર્તમાન રાજકીય પરિસ્થિતિનું વિસ્તૃત મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. ચૂંટણી પહેલાં સંગઠનને વધુ ધારદાર...