જામનગરમાં ‘પ્રાકૃતિક ખેડૂત હાટ’નું લોકાર્પણ: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ખેડૂતો સાથે કર્યો સંવાદ
જામનગરમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને હવે તેમની રસાયણમુક્ત પેદાશોના સીધા વેચાણ માટે સ્થાયી બજાર મળશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સરદાર પટેલ એમ્યુઝમેન્ટ પાર્ક ખાતે ‘પ્રાકૃતિક ખેડૂત હાટ’નું લોકાર્પણ કર્યું હતું. આ કેન્દ્ર દ્વારા જિલ્લાના 18 જેટલા ખેડૂતો શાકભાજી, ફળો, અનાજ, કઠોળ, તેલ અને ગોળ સહિતની પ્રાકૃતિક પેદાશોનું સીધું વેચાણ કરી શકશે.
Rahul Desai