જામનગરમાં ભેળસેળ અને બિનઆરોગ્યપ્રદ ખાદ્યપદાર્થો સામે મનપાની ફૂડ શાખા એક્શનમાં આવી છે. શહેરની 38 હોટલ-રેસ્ટોરન્ટ અને ફૂડ પેઢીઓમાં કરાયેલી તપાસ દરમિયાન 171 કિલો વાસી ખાદ્યપદાર્થોનો નાશ કરવામાં આવ્યો છે, જ્યારે એક્સપાયરી ડેટવાળા ઉત્પાદનો પણ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરાઈ છે.