ખેડા જિલ્લાના અમદાવાદ-વડોદરા નેશનલ હાઇવે-8 પર પીપલગ APMC નજીક રવિવારે દોડતી જગુઆર કારમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં ભારે દોડધામ મચી ગઈ હતી. આણંદથી અમદાવાદ જઈ રહેલી કારમાં સવાર બે વ્યક્તિઓ સમયસર બહાર નીકળી જતાં તેમનો આબાદ બચાવ થયો હતો, જ્યારે ફાયર બ્રિગેડે આશરે 30 મિનિટની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.