
અભિનેતા અર્જુન કપૂરની બહેન અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અંશુલા કપૂરના વેડિંગ રિસેપ્શનમાં બોલિવૂડની અનેક જાણીતી હસ્તીઓ હાજર રહી હતી. આ ભવ્ય સમારોહમાં સેલેબ્સના સ્ટાઇલિશ લુક ઉપરાંત કેટલાક ખાસ પળોએ પણ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. ખાસ કરીને અભિનેતા જેકી શ્રોફની અનોખી ભેટ, અભિનેત્રી રેખાનો પ્રેમાળ અંદાજ અને બોબી દેઓલનો હળવો ‘ઊપ્સ’ મોમેન્ટ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો હતો.

બોલિવૂડના ખેલાડી અક્ષય કુમારની બહુપ્રતિક્ષિત કોમેડી-એન્ટરટેઇનર ફિલ્મ *'વેલકમ ટુ ધ જંગલ'*નો ટ્રેલર આશરે 4 મિનિટ 10 સેકન્ડ લાંબા ટ્રેલરમાં સ્ટાર્સની મોટી ફોજ જોવા મળે છે, જે દર્શકોને હાસ્ય અને મનોરંજનનો ડબલ ડોઝ આપવાની તૈયારીમાં છે. ટ્રેલરની શરૂઆત પરેશ રાવલથી થાય છે, જે એક ફિલ્મ બનાવવાનું સપનું જોઈ રહ્યા છે. ત્યારબાદ ફિલ્મના તમામ પાત્રોનો પરિચય કરાવવામાં આવે છે અને જંગલમાં શરૂ થાય છે એક અનોખું સાહસ.